દાન

"સેવા એ જ સાચો ધર્મ છે, અને સમાજની ઉન્નતિ એ આપણું નૈતિક કર્તવ્ય છે."

માનનીય જ્ઞાતિજનો,

આપણો સમાજ આપણી ઓળખ છે, આપણી શક્તિ છે અને આપણી એકતા છે. સમાજના સર્વાંગી વિકાસ માટે દરેકનો સહયોગ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ, આરોગ્ય, યુવાનોના વિકાસ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સહાય, તેમજ સમાજની આધારીક સુવિધાઓના સુધારણા માટે આપનો નાનો સહયોગ પણ મોટી અસર કરી શકે છે.

દાન માત્ર આર્થિક સહાય નથી, પરંતુ તે માનવતાનું એક સુંદર સ્વરૂપ છે. આપ આપેલી સહાયથી અનેક લોકોના જીવનમાં બદલાવ આવી શકે છે અને સમાજ વધુ મજબૂત બની શકે છે.

શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, "પોતાની આવકનો થોડો અંશ પરમાર્થમાં વાપરવાથી લક્ષ્મી શુદ્ધ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ વધે છે." તમારું એક નાનું યોગદાન પણ કોઈના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે.

આપ સૌને વિનંતી છે કે આપ તમારી ક્ષમતા મુજબ સમાજના વિકાસ કાર્યો માટે દાન આપીને સહભાગી બનો અને એક સશક્ત, સમૃદ્ધ અને પ્રગતિશીલ સમાજ નિર્માણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપો.

બાજુમા આપેલ QR કોડ સ્કેન કરીને UPI વડે અથવા બેંક ની મહિતી દ્વારા ઓનલાઈન દાન કરી શકો છો.

ચાલો, મળીને આપણે આપણી આવતી પેઢી માટે એક ઉત્તમ સમાજ રચીએ.

ધન્યવાદ 🙏